ભુજ એરપોર્ટ વનવિભાગની મોટી કાર્યવાહી : 30થી વધુ શિકાર માટે ઉપયોગમાં લેવાતા હથિયારો કબ્જે કરાયા

ભુજ શહેરના એરપોર્ટ નજીક આવેલા આશાપુરાનગર વિસ્તારમાં પશ્ચિમ કચ્છ વનવિભાગની ટીમે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં 30થી વધુ શિકાર માટે ઉપયોગમાં લેવાતા હથિયારો વન્યપ્રાણીઓના અવશેષો તેમજ મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાયો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ફોરેસ્ટના 14 કર્મચારીઓની ટીમ બનાવાઈ હતી ટીમે આરોપી સુરેશ દિલીપભાઈ કસવીયા (કોલી)ના આશાપુરાનગર સ્થિત રહેણાકમાં તલાશી લીધી હતી ઘરની તલાશી દરમિયાન પેટી પલંગ સહિતના સ્થળોએથી ઉચ્ચ ગુણવત્તાની બે એરગન કુહાડી ભાલા ચપ્પુ છરી ટોર્ચ સહિત શિકાર માટે ઉપયોગમાં લેવાતા 30થી વધુ હથિયારો મળી આવ્યા હતા આ સાથે શિકાર કરાયેલાં શાહુડી અને જંગલી સૂવર ના દાંત જડબાં અને અન્ય અવશેષો પણ જપ્ત કરાયા હતા વગડામાં ફરતા જંગલી ભૂંડ અને શાહુડીનો શિકાર કરી મિજબાની માટે તેનો ઉપયોગ કરતો હતો તથા તેના અવશેષો શોખરૂપે સાચવી રાખતો હતો વનવિભાગે આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ શિકાર સહિતની ગંભીર કલમો લગાવી ગુનો નોંધ્યો છે આ કેસમાં વન્યજીવોની તસ્કરી નહીં પરંતુ રાજાશાહી સમય જેવી શિકાર કરી અવશેષો સંગ્રહ કરવાની મોડ્સ ઓપરેન્ડી નોંધાઈ છે દરોડા દરમિયાન દેશી દારૂ પણ મળતા વનવિભાગે પોલીસને જાણ કરી હતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી રૂપિયા 15 હજારની કિંમતનો 75 લિટર દેશી દારૂ અને 10 લિટર આથો સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
બાઈટ:- અજયસિંહ સોલંકી વન વિભાગ પશ્ચિમ રેન્જ R F O