વડોદરામાં મેડિકલ બેદરકારીના કારણે હોનહાર વિદ્યાર્થિનીએ જીવ ખોયો

copy image

copy image

વડોદરામાં મેડિકલ બેદરકારીના કારણે એક હોનહાર વિદ્યાર્થિનીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મકરપુરા વિસ્તારના હિતેન્દ્ર સિંહ વાઘેલાની 16 વર્ષીય દીકરી સંજનાને પેટમાં ગાંઠની તકલીફ હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે એડમિટ કરવામાં આવેલ હતી. સર્જરી બાદ પ્રાથમિક દ્રષ્ટિએ બધું સામાન્ય હતું. પરંતુ અમુક સમયગાળા માં જ પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. બાદમાં તબીબોની કથિત ભૂલને કારણે ઓપરેશન દરમિયાન પેટમાં કોટન (પાટો) રહી જતાં સમગ્ર શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.