સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિરે પ્રસિદ્ધ નોબત વાદક શૈલેષભાઈ જાની દ્વારા અખંડ નોબત વાદન કરવામાં આવશે
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આવતીકાલ આજે 10/1/25 ના રોજ ભુજ ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિરે પ્રસિદ્ધ નોબત વાદક શૈલેષભાઈ જાની દ્વારા પ્રાતઃ કાળથી સાંજે સંધ્યા આરતી સુધી સતત અવિરત 11 કલાક સુધી અખંડ નોબત વાદન કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન કચ્છ ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી તથા લોક ડાયરો પણ રજૂ કરવામાં આવશે.
આ ઐતિહાસિક અવસરે 101 ભૂદેવો દ્વારા 500 લિટર દૂધથી દેવાધિદેવ મહાદેવ પર રુદ્રાભિષેક કરવામાં આવશે તેમજ 101 બાલિકાઓનું કન્યા પૂજન પણ કરવામાં આવશે. વધુમાં આ પ્રસંગે 101 કચ્છી ઢોલિઓ દ્વારા ભવ્ય મહા આરતી પણ કરવામાં આવશે તો આ અદભુત અવસરે સર્વે ભુજવાસીઓને મોટી સંખ્યામાં જોડાવા ભુજ શહેર ભાજપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.