સુમરાસર સીમ વિસ્તાર ખાતે આકસ્મિક તપાસ દરમ્યાન સાદીરેતી ખનિજનું ગેરકાયદે ખનન ઝડપાયું : પાંત્રીસ લાખ લાખનો મુદ્દામાલ કબ્જે

માનનીય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનિજ પ્રવૃતી અટકાવવા ટાસ્કફોર્સની રચના કરવામાં આવેલ છે, સદર ટાસ્કફોર્સ દ્વારા ગેરકાયદે ખનિજ પ્રવૃતી અંગે મળતી અવાર નવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ,

આજ રોજ તા.૦૯/૦૧/૨૦૨૬ના રોજ ફરિયાદીશ્રીની બાતમીના આધારે ખાનગી વાહનથી ભુજ તાલુકાના મોજે. સુમરાસર સીમ વિસ્તાર ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. જે તપાસ દરમ્યાન લોડર રજીસ્ટ્રેશન નં .GJ-12-CM-8113 અને ડમ્પર રજીસ્ટ્રેશન નં. GJ-12-BX-4051, એમ કુલ-૨ વાહનો દ્વારા સાદીરેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં અટક કરી, કુલ મળી રૂપીયા પાંત્રીસ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે, તથા સદરહુ વાહનોને સિઝ કરી સરકારી ગોદામ, ભુજ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. તેમજ સદર તપાસ અંગે આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વધુમાં વી-કોંક્રિટ શિરાચા ખાતે તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન ડમ્પર રજીસ્ટ્રેશન નં. GJ-16-Z-3190 દ્વારા સાદીમાટી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા અટક કરી રૂપીયા સત્તર લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. સદર ડમ્પરને સિઝ કરી વી-કોંક્રિટ પ્લાંટ, શિરાચા ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.