ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને પકડી પાડતી આડેસર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાળા તથા પોલીસ સ્ટાફના માણસો આવા ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા.

જે અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાળા નાઓને મળેલ બાતમી આધારે આડેસર ગામના સોઢા કેમ્પ નજીક આવેલ ટગા ત્રણ રસ્તા પાસે યુનુસ સિધીકભાઈ હિંગોરજા રહે.ટગા તા.રાપર કચ્છ વાળાના કબ્જામાંથી એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનુ નામ સરનામુ

(૧) યુનુસ સિધિકભાઈ જાતે.હિંગોરજા (મુસ્લીમ) ઉ.વ.૩૫ રહે.ટગા,તા.રાપર,જી.ભુજ કચ્છ

>

મુદ્દામાલ

(૧) એક દેશી હાથ બનાવટનો તમંચો જેની કિ.રૂ.૫૦૦૦/-

કામગીરી કરનાર અધિ/કર્મચારી

આ કામગીરી શ્રી જે.એમ.વાળા, પોલીસ ઈન્સપેક્ટર, આડેસર પોલીસ સ્ટેશન તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.