આધાર પુરાવા વગરના એલ્યમીનીયમના વાયરો સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા જે.બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનીરૂધ્ધસિંહ રાઠોડ, પંકજભાઇ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી, સુનિલભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી તથા ભરત ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સાજીદ લતીફ મોખા રહે. નાના વરનોરા તા.ભુજ વાળો તેના મળતીયા સાથે મળી નાના વરનોરા બાજુ થી એક બોલેરો પીકઅપ લોડીંગ જેના રજી નંબર જીજે ૧૨ સી.ટી. ૩૮૫૧ વાળીમાં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરી ભુજ તરફ આવી રહ્યો છે અને તેમની પાસે રહેલ એલ્યુમીનીયમના જે વાયરો તે ચોરી કે છળકપટથી મેળવેલ વાયરો છે અને તેઓ આ એલ્યુમીનીયમના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- એલ્યુમીનીયમના વાયરોના ગુચડા વજન આશરે ૬૦૦ કી.ગ્રા. કિં.રૂ. ૯૦,૦૦૦/-
- મહીન્દ્રા કંપનીનું પીકઅપ રજી.નં. જીજે ૧૨ સી.ટી. ૩૮૫૧ કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-
→ પકડાયેલ ઇસમો
- સાજીદ ઉર્ફે મોટો લતીફ મોખા ઉ.વ. ૨૫ રહે. નાના વરનોરા તા.ભુજ
- સલીમ મામદ મોખા ઉ.વ. ૨૦ રહે. નાના વરનોરા તા. ભુજ
- વિક્રમ રવજીભાઇ કોલી ઉ.વ. ૨૦ રહે હાલે ત્રંબો તા. ભુજ રહે. મુળ મોટા ધાવડા તા. નખત્રાણા
આરોપી સાજીદ લતીફ મોખાનો ગુનાહિત ઇતિહાસ
- ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૫૫/૨૦૨૦ આઇ.પી.સી. ક. ૧૪૩, ૧૪૭,૧૪૯,૨૯૪ (બી),૩ ૨૩,૫૦૬(૨) વિગેરે
- નિરોણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૦૮૮/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૬૨ મુજબ
- નિરોણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૦૮૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૩૨૪(૪) મુજબ
- નિરોણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૦૯૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૨૪(૫),૬૨ મુજબ