ગેરકાયદેસર રીતે કોમર્શીયલ તેમજ ઘરેલુ રાધણ ગેસના બાટલાઓનું વેચાણ કરતા ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, સુરજભાઇ વેગડા, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નાસીર હુશેન લુહાર રહે. હાજીહસન હોસ્પિટલ રોડ, સલાયા તા.માંડવીવાળો પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં રાંઘણ ગેસ તથા કોર્મશીયલ ગેસના બાટલા ગેરકાદેસર રીતે રાખેલ છે અને ગેસના બાટલાનું રીફલીગ કરે છે અને હાલે તેની આ પ્રવુતી ચાલુમાં છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમના કબ્જામાંથી લોડીંગ છકડો જેમાં રાંઘણ ગેસના બાટલાઓ ભરેલ હોય અને મકાનની બાજુમાંથી રાંઘણ ગેસના ઘર વપરાશની તથા કોર્મશીયલ ગેસના બોટલો તેમજ એક વજન કાંટો તેમજ ગેસ રીફલીગ કરવાના સાઘનો તથા બે મોટરો રીફીલિંગ સાથે મળી આવેલ જેથી મજકુર ઇસમે પોતાની તેમજ બીજાની જીદંગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે જ્વલનશીલ ગેસની બોટલો કોઇપણ પ્રકારના અગ્નિશામક સુરક્ષાના સાધનો વગર રાખેલ હોય જેથી મજકુર ઇસમને રાંઘણ ગેસના તથા કોર્મશીયલ ગેસના બાટલા રાખવા બાબતે કોઇ આધાર-પુરાવા કે સક્ષમ અઘીકારીશ્રી પાસેથી આ પ્રવુતી કરવા માટે પાસ પરમીટ મેળવેલ છે કે કેમ તે બાબતે પુછતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે પાસ પરમીટ ન હોવાનું જણાવેલ તેમજ રાધણ ગેસના બાટલા માંથી કોમર્શિયલ ગેસના બાટલા ભરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ – ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- કોર્મશીયલ ગેસના ૧૯ કીલોની ક્ષમતા વાળી બે ભરેલ તથા પાંચ ખાલી બોટલો કુલ્લે કિં.રૂ.૧૪,૫૦૦/-
રાધણ ગેસના ૧૪ કીલોની ક્ષમતા વાળી ખાલી બોટલો નંગ-૨૫ કિં.રૂ. ૩૭,૫૦૦/-
- કોર્મશીયલ તથા રાધણ ગેસના ૦૫ કીલોની ક્ષમતા વાળી બોટલો નંગ-૦૪ કિં.રૂ. ૨,000/-
- ગેસના બાટલાની હેરફેર કરવા ઉપયોગ કરેલ છકડો રજીનં. GJ 12 AV-5367 કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-
- ગેસ રીફલીગ કરવા માટે નોઝલ તથા મોટર નંગ.૦૨ કિં.રૂ. ૪૦૦૦/-
એક ઇલેકટ્રીક વજન કાંટો નંગ – ૦૧ કિં.રૂ. ૫,૦૦૦/-
- ઇન્ડેન ગેસના શીલ નંગ.૪૦ કિં.રૂ. ૦૦/00
- ઈલેકટ્રીક લાઈટ બોર્ડ નંગ-૦૧ કિં.રૂ. ૨૦૦/-
પકડાયેલ ઇસમ
- નાસીર હુશેન લુહાર ઉ.વ.૨૬ રહે. હાજીહસન હોસ્પિટલ રોડ, સલાયા તા.માંડવી