ભુજ શહેરમા ચાઇનીઝ પ્લાસ્ટીકની દોરી (ફીરકી) બાબતે કાયદેસરની કાર્યવાહી કરતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી બોડર રેન્જ-કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે.ક્રિશ્વિયન સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓએ ઉત્તરાયણ અનુસંધાને ચાઇનીઝ દોરી/તુકકલ. ચાઇનીઝ માંઝા સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરીનુ ઉત્પાદન વેચાણ કે સંગ્રહ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા સારૂ ખાસ સુચના આપેલ
જે અનવ્યે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ સાહેબના સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન ફરતા ફરતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ મધ્યે ધારાનગરમા રહેતા સાજીદ ગુલમામદ સંઘવાણી પોતાના ઘરે ચાઇનીઝ પ્લાસ્ટીકની દોરી રાખીને વેચાણ કરતો હોવાની બાતમી હકીકત અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ જણાવેલ જગ્યાએ જઇ વર્કઆઉટ કરી રેઇડ કરતા સાજીદ ગુલમામદ સંઘવાણી રહે-ધારાનગર ભુજવાળો પોતાના ઘરે ચાઇનીઝ પ્લાસ્ટીકની દોરીની નાની મોટી ફિરકીઓ નંગ-૦૫ મળી આવેલ હોઇ જેથી તેઓના વિરૂધ્ધમા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી :-
સાજીદ ગુલમામદ સંઘવાણી ઉ.વ.૨૮ રહે-ધારાનગર ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ :-
નાની મોટી ચાઇનીઝ પ્લાસ્ટીક દોરી ફિરકી નંગ-૦૫ કુલ્લ કિ.રૂ.૨૦૦૦/-
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
- ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ. પટેલ સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારી પો.હેડ.કોન્સ.ભરતજી એચ.ઠાકોર, રાજુભા એસ.જાડેજા. લાખાભાઇ એન.બાંભવા. દશરથભાઇ એચ.ચૌધરી કૈલાશભાઇ કે.ચૌધરી તથા પો.કોન્સ.કુલદીપદાન એચ.ગઢવીનાઓ જોડાયેલા હતા.