મુંદ્રાના રામાણિયામાં ટ્રકની હડફેટે અબોલ જીવનું મોત

મુંદ્રા ખાતે આવેલ રામાણિયામાં ટ્રકે ગાયને હડફેટે લેતા અબોલ જીવનું મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. તા. 10/1ના રોજ સવારના અરસામાં રામાણિયાનાં તળાવ નજીક રોડ પરના ચાલકે પૂર ઝડપે, બેદરકારીથી ટ્રક ચલાવી ગાયને હડફેટે લેતા પેટ અને અન્ય ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.