કરછ માં ચાઇનાકલે ના ૧૦૦ જેટલા પ્રોસેસિંગ યુનિટો ફરી ધમધમ સે

કચ્છ જેલ્લામાં બંધ થયેલા ચાઈનાક્લેના પ્રોસેસાગ યુનેટો આજથા ફરા ધમધમતા થશે.
રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સરકારમાં ધારદાર રજુઆત કરતાં હાલ પ્રોસેસીંગ યુનિટો સામેની કાર્યવાહીનો
યોગ્થ ઉકેલ ન આવે ત્યાં સુધી યુનિટો ચાલુ રાખવા માટેના આદેશો ખાણ ખનીજ કમિશ્નર કચેરી દ્વારા
આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસો અગાઉ કચ્છ જિલ્લામાં આવેલ ચાઈનાક્લેના પ્રોસેસીંગ યુનિટો પર ખાણ
ખનિજ કમિશ્નર કચેરીની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ અને પ્રોસેસીંગ યુનિટોમાં
ચાઈનાક્લે ખનીજના ઉપલબ્ધ કાચા અને પાકા માલના જથ્થાની ગણતરીમાં વેરીએશન આવતાં ખનીજ
ચોરી માલુમ પડતા કચ્છનાં અંદાજે ૧૦૦ જેટલો ચાઈનાક્લેના પ્રોસેસીંગ યુનિટોની રોયલ્ટી પાસ બંધ કરી
દેવામાં આવ્યા હતા અને આ યુનિટોનો દંડની નોટીસો ફટકારવામાં આવી હતી.

રોયલ્ટી પાસ બંધ કરી દેવામાં આવતા પ્રોસેસીંગ યુનિટો બંધ થતાં ચાઈનાક્લે એસોસીએશન દ્વારા કચ્છનું
પ્રતિનિધિત્વ કરતાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને પ્રવાસન વિભાગના રાજ્યમંત્રી
વાસણભાઈ આહિર સમક્ષ એક આવેદન પત્ર આપી આ પ્રશ્ન ઉકેલવા માટે રજુઆત કરી હતી.
એસોસીએશનની આ રજુઆતને પગલે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સકારાત્મક અભિગમ અપનાવીને આ
પ્રશ્નને ઉકેલવા મુખ્યમંત્રી કક્ષાએ રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *