RTO ના ચેકિંગ થી રિક્સા ચાલકો ખફા કલેક્ટર તેમજ RTO માં કરી રજૂઆત
ભુજ : અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી જવાની ઘટના બાદ રાજયભરમાં આરટીઓ દ્વારા
ઝુંબેશ શરૂ કરીને ચેકીંગ શરૂ કરવામાં આવયું છે ત્યારે આરટીઓની કડક કાર્યવાહીથી કંટાળીને ભુજમાં આજે
સ્કૂલ રીક્ષા-વેન ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે કલેક્ટરને અને ભુજ આરટીઓ કચેરીમાં આવેદન આપી
રજુઆત કરી છે,
સ્કૂલ પરિવહન માટે માર્ગો પર દોડતા ખાનગી છકડા રીક્ષા અને વેનના વાહનોની આરટીઓ અને પોલીસ
દ્વારા તપાસ ચાલી રહી છે. તેમાં ક્ષતિઓ જણાતા વાહન ડીટેઈન કરી ભારેખમ દંડ ફટકારાઈ રહ્યો છે. ત્યારે
રીક્ષા – વેન ચાલકોમાં રોષ વ્યાપી ગયો છે ભુજમાં અંદાજીત ૩૦૦ જેટલા વેન- રીક્ષા ચાલકો છે
રીક્ષા ચાલકોએ જણાવ્યું કે, અમે સલામતી સાથે બાળદનું પરિવહન કરીએ છીએ જો આરટીઓના નિયમનું
પાલન કરીએ અને ઓછા બાળક. લઈએ તો અમને પોષાય તેમ નથી અને ભાવવધારો કરીએ તો વાલીઓને
પરવડે તેમ નથી. તંત્ર સહાનુભૂતિ દાખવે તેવી માંગ કરી છે. સાથે જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં અત્યાર
સુધીમાં સ્કૂલ વાહનમાં કયારેય ગભીર અકસ્માતની ઘટના બનવા પામી નથી. નો શહેરમાં સ્પીડ બ્રેકર વધુ
હોઈ વાહન સ્પીડમાં હંકારાતું નથો. છકડાની ફરતે જાળી અને ઉપર કેરીયર હોઈ સુરક્ષા જળવાયેલી રહે છે.
તેવો દાવો કરાયો હતો. આરટીઓના નિયમ મુજબ, છડડા રીક્ષામાં ૬ બાળકો બેસાડી શકાય છે જેના બદલે
હાલે ૧૦ થી ૧૨ બાળકો બેસે છે જે હકીકત છે.
અખિલ કચ્છ ઓટો રીક્ષા એસો. દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે, જે સ્થળે અકસ્માત
થાય તેમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ પરંતુ આવા રાજયમાં નિર્દોષોને ખોટી રીતે દંડવા
ન જોઈએ તેવી વાત દોહરાવી હતી. મોંઘવારીના સમયમાં જીવનનિર્વાહ માંડ મંડ થાય છે ત્યાં આરટીઓની
દંડનીય કાર્યવાહીથી આર્થિક પરિસ્થિતિ પર અસર પડે છે તો વાહનની ડિઝાઇનને કારણભુત ગણાવી હતી
ત્યારે તંત્ર આ અંગે સહાનુભુતી દાખવી યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરી હતી જો સાંજ સુધીમાં આરટીઓ
દ્વારા કોઈ નનેર્ણય જાહેર નહી કરાય તો અનિશ્રીત મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારાઈ છે. આવેદનપત્ર
આપતી વેળાએ મોટી સંખ્યામાં રોક્ષા-વેન ચાલકો જોડાયા હતાતો આજે સ્કૂલ વાહનોમાં પૈડા થંભી જતા