સૂરજબારી પાસે કેનાલમાં મોટું ભંગાણ થતાં પાણી ની કટોકટી


કચ્છનાં પ્રવેશદ્વાર સુરજબારી પાસે નર્મદા લાઈનમાં મસમોટુ ભંગાણ સર્જાયું છે જેને લઈને અધિકારીઓનો જમાવડો અહીં થઈ ગયો છે. લિકેજના કારણે કચ્છમાં 70 ટકા પાણી કાપ મૂકાવાની શકયતા છે. તો ભુજમાં ત્રણ દિવસ સુધી પાણી કાપ મુકાયો છે.
વાયુ વાવાઝોડા થકી આવનારો વરસાદ તો ન આવ્યો અને ફંટાઈને તણાઈ ગયો પરંતુ અછતગ્રસ્ત કચ્છને નર્મદાનું જે જળ અવિરત મળતુ હતુ તે પણ હવે ઝાંજવાના જળ સમાન બનશે.આજે માળીયાથી ભચાઉ આવતા સુરજબારી પુલપાસે નીચેના ભાગે ૧૦૦ મીટર અંદર લાઈનમાં મોટુ ગાબડું પડ્યું છે. ઘટનાની જી.ડબલ્યુ.આઈ.એલ.ના અધિકારીઓને જાણ થતા તુરંત જ લાઈન બંધ કરાવાઈ છે. હાલ યુદ્ધના ધોરણે વ્યવસ્થાઓ પૂર્વવર્ત કરવા ધમધમાટ ચાલી રહ્યો છે.લાઈનમાં ર૩૦ એમલએડી નર્મદા જળનો જથ્થો ભંગાણ થકી ઘટી ગયો છે. જયા સુધી આ લાઈનનું સમારકામ નહી થાય ત્યા સુધી કચ્છમાં ટપ્પર ડેમમાં બચેલા ૧૩૦ એમએલડી પાણીથી જ વિતરણ કરવામા આવશે લાઈનમાં ભંગાણના કારણે ભુજ શહેરને ત્રણ દિવસ સુધી માળીયા પમ્પીગ સ્ટેશનથી પાણી નહિ મળે જેથી પાણી કાપ મુકાશે.. આ લાઈનો જર્જરિત હોવાની રજુઆત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમસિંહ જાડેજા દ્વારા અગાઉ કરાઈ હતી. જો તેની પર ધ્યાન અપાયું હોત તો આ મસમોટું ભંગાણ સર્જાત નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *