કરૂણા અભિયાન – ૨૦૨૬ : કચ્છમાં વન વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તેતાલુકા દીઠ હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

કચ્છમાં મકરસંક્રાતિ સહિત તા. ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવશે. જેમાં ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક તાલુકાકક્ષાએ કંટ્રોલ રૂમ, કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ કચ્છમાં વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત દરેક તાલુકા દીઠ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં ભુજમાં સંપર્ક નંબર ૦૨૮૩૨-૨૩૦૩૦૩, ૦૨૮૩૨-૨૯૬૯૧૨, ૦૨૮૩૨- ૨૯૯૦૦૩, મો.નં ૯૪૨૬૨૮૨૩૭૦, ૯૭૨૫૧૭૩૧૧૧, ૯૫૮૬૫૩૪૨૪૩, મુંદરામાં ૮૮૪૯૨૩૩૭૨૭, અંજારમાં ૭૫૭૪૯૫૦૨૭૩, ગાંધીધામમાં ૦૨૮૩૬-૨૪૨૪૮૭, ૮૦૦૦૬૭૭૭૭૮, ૭૫૭૪૯૫૦૨૭૩, ભચાઉમાં ૯૮૨૫૪૪૯૯૩૮, ૮૧૦૬૪૭૯૪૮૪, આડેસરમાં ૦૨૮૩૦ – ૨૯૬૭૧૪, મો.નં. ૯૮૨૫૨૩૪૪૬૩, રાપરમાં ૦૨૮૩૦ ૨૨૦૧૩૭, મો.નં. ૯૧૦૬૪૭૯૪૮૪, ૭૫૬૭૪૯૨૭૧૯, માંડવી ૦૨૮૩૪-૨૨૩૬૦૭, મો.નં ૮૭૮૦૩૫૮૫૬૧, નખત્રાણા ૦૨૮૩૫- ૨૨૧૨૫૯, ૯૬૩૮૨૧૭૮૦૯, ૯૯૧૩૦૨૯૬૩૦, લખપતમાં ૦૨૮૩૯-૨૩૩૩૦૪, મો.નં. ૯૭૨૫૫૨૫૨૧૪, અબડાસા ૦૨૮૩૧- ૨૨૨૫૦૯, મો.નં. ૬૩૫૫૭૮૦૧૧૧ પર સંપર્ક કરી શકાશે.
આ સાથે ઘાયલ પક્ષી વિશે નાગરિકો એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨નો સંપર્ક પણ કરી શકશે. ઉપરાંત રાજયના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયં સંચાલીત વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦માં વોટસએપ મેસેજમાં “KARUNA” મેસેજથી મળી શકશે.