કચ્છ કમલમ ની મુલાકાત લેતા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાપ્રભારી મંત્રી બન્યા બાદ પ્રથમ વાર આવતા અભિવાદન કરાયું

ગુજરાત સરકાર માં મંત્રી મંડળ ના વિસ્તરણ બાદ નવા મંત્રી મંડલ માં સ્થાન મળતા અને કચ્છ ના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી મળ્યા બાદ કચ્છ આવેલા પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા એ જિલ્લા ભાજપ કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત લેતા જિલ્લા ભાજપ દવારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત દરમિયાન આગેવાનો અને કાર્યકરો સાથે મળી શુભેચ્છાઓ ની આપ લે કરી હતી અને આગામી દિવસોમાં સૌ સાથે મળી કચ્છ જિલ્લા ને વિકાસની નવી ઊંચાઈએ લઇ જવા આહવાહન કર્યું હતું. અને આ માટે ખૂટતી તમામ કડીઓ જોડવામાં આવશે તેવું વિશ્વાસ વ્યક્ત કર્યું હતું.

 કચ્છ કમલમ ખાતે યોજાયેલા સમારોહ માં જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ એ પ્રભારી મંત્રી શ્રી નું સ્વાગત અભિવાદન કરી આપણા જ સંસદીય ક્ષેત્ર ના ધારાસભ્ય પ્રભારી મંત્રી તરીકે મળવા બદલ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે પણ આગામી દિવસોમાં ચોક્કસ પણે પ્રભારી મંત્રી ના માર્ગદર્શન મેળવી, વિકાસ માટે ના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ કરી કચ્છ નો વધુ ને વધુ વિકાસ થાય તેવા તમામ કાર્યો માં જિલ્લા ભાજપ સંગઠન સરકાર સાથે સંકલન સાધી કાર્ય કરશે તેવી ખાત્રી આપી હતી.

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ પ્રભારી મંત્રી નું સ્વાગત કરી ક્ચ્છ જિલ્લા ના પ્રાણ પ્રશ્નો ને પ્રભારી મંત્રી શ્રી માધ્યમ અને સાથ થી ઝડપી નિવેડો લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી,જિલ્લા ભાજપ ના હોદેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદેદારો, સદસ્યો, વિવિધ મોરચાના આગેવાનો, દરેક મંડળના હોદેદારો સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.