રાપરના કીડીયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી

માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા

ટ્રેન અકસ્માતના પગલે પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર પહોંચી

ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

અકસ્માતના પગલે નીચે મુજબના ટ્રેન સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા

ટ્રેન નંબર ૧૯૪૦૬/૧૯૪૦૫ ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ: સંપૂર્ણ રદ

ટ્રેન નંબર ૧૨૯૫૯ બાંદ્રા ટર્મિનસ–ભુજ: ભીલડી–મહેસાણા–વિરમગામ–સામાંખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી

ટ્રેન નંબર ૨૦૯૮૪ દિલ્હી સરાઈ રોહિલ્લા–ભુજ ભીલડી–મહેસાણા–વિરમગામ–સામાંખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી

ટ્રેન નંબર ૨૨૪૮૩ ભગત કી કોઠી–ગાંધીધામ: ભીલડી સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે