વિશ્વ પ્રસિદ્ધ ધોરડો સફેદ રણમાં સાંદીપની વિધા નિકેતન – પોરબંદર દ્વારા આયોજિત સત્સંગ શિબિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ આપ્યું સ્વચ્છતા સંદેશ

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંદીપની વિધા નિકેતન – પોરબંદર દ્વારા તા. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસીય “શ્રીમદ ભગવદ ગીતા” સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીના દિવ્ય વાણી દ્વારા ધર્મ, જ્ઞાન અને ભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ શિબિર દરમિયાન પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સત્સંગ શિબિરના વ્યવસ્થાપક ધવલ આચાર્ય અને પંકજ કોઠારીના સહયોગથી લોકજાગૃતિ સાથે અનેક સેવાકીય કાર્યો કરાયા હતા. સફેદ રણમાં સ્થાનિક લોકો તેમજ દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને અનુસરી સૌએ સહયોગ આપવો જરૂરી હોવાનું સંદેશ આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન સત્સંગ, યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દેશની સેનાઓના પરિવારજનો સાથે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લીધો હતો. આ શિબિર દ્વારા ધોરડો ટેન્ટ સિટીમાં આધ્યાત્મિકતા સાથે સ્વચ્છતા અંગે જાગૃતિનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. સાથે સાથે આ કાર્યક્રમમાં કીર્તિદનભાઇએ પોતાના સુરો થી લોકોને મંત્રમુગ કર્યા હતા લોકો પોતાના સ્થાન મૂકી ઝૂમી ઉઠ્યા હતા અને આર્મીના જવાનો તિરંગા હાથમાં લઈ ઝૂમ્યા હતા
બાઈટ
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજી
બાઈટ : ધવલ આચાર્યા
કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી