ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાઇકલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી તથા શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નવીનભાઇ જોષી તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, રાહુલ ઉર્ફે માસાળો કરસન મારવાડા રહે. ભુજ વાળો જે દાદુપીર રોડ થી ભીડનાકા તરફ પોતાના કબ્જામાં એક મોટર સાઇકલ લઇને આવી રહેલ છે અને તે મોટર સાઇકલની આગળ તથા પાછળની સાઈડ નંબર પ્લેટ લગાડેલ ન હોય અને તેના કબ્જામાં રહેલ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મળેવેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રાહુલ ઉર્ફે માસાળો કરસન મારવાડા ઉ.વ. ૨૫ રહે. વાલરામ નગર ૨, કોડકીરોડ, ભુજવાળો મળી આવેલ જેથી મજકુર ઇસમ પાસે મોટર સાઇકલ બાબતેના આધાર પુરાવાઓની માંગણી કરતા કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનુ જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મોટર સાઇકલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

→ કબ્જે કરેલ મુદામાલ

સુઝુકી કંપનીની મો.સા. ચેસીસ નંબર 9703F787584 કી.રૂા. ૧૦,૦૦૦/-

  • પકડાયેલ ઇસમ

રાહુલ ઉર્ફે માસાળો કરસન મારવાડા ઉ.વ. ૨૫ રહે. વાલરામ નગર ૨, કોડકીરોડ, ભુજ

રાહુલ ઉર્ફે માસાળો કરસન મારવાડાનો ગુનાહિત ઇતિહાસ

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૫૦/૨૦૨૧ આઇ.પી.સી. ક. ૩૭૯એ(૩), ૩૭૯એ(૪) વિગેરે

પધ્ધર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૩૬૭/૨૦૨૩ આઇ.પી.સી. ક. ૩૭૯,૫૧૧ વિગેરે મુજબ

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૩૦૭/૨૦૨૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૩૩૩/૨૦૨૪ આઇ.પી.સી. ક. ૧૮૮,૨૯૪(બી), ૩૨૩,૩૨૪,૫૦૬(૨) વિગેરે મુજબ

માધાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૮૮/૨૦૨૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

પધ્ધર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૪૭૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૦૩ (૧), ૧૧૫(૨), ૧૧૭(૨),૩૫૧(૩),૫૪ વિગેરે મુજબ

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૦૧૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૬(૧)(બી) વિગેરે

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૪૨૪/૨૦૨૫ જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ