અંજારમાં ટ્રેનની હડફેટે 35 વર્ષીય યુવાને જીવ ખોયો
copy image

અંજારમાં ટ્રેનની હડફેટે 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. ત્યારે આ ગોઝારા બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, અંજારમાં રેલવે પાટા પરથી પસાર થઈ રહેલ ટ્રેનની હડફેટે ચડતા અમિત ઉપાધ્યાય નામના યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ અમિતને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.