ગાંધીધામમાં માર્ગ ઓળંગી રહેલ મહિલાને ડમ્પરે હડફેટે લેતા મોત
copy image

ગાંધીધામના કાર્ગો યાદવનગરમાંએ માર્ગ ઓળંગી રહેલ મહિલાને ડમ્પરે હડફેટે લેતા, આ બનાવ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત તા, 08 જાન્યુઆરીના રોજ ગાંધીધામના કાર્ગો બાપા સીતારામ નગરમાં રહેનાર મંજુબેન સોલંકી નામના મહિલા ઘરેથી લાકડાં વીણવા માટે ગયેલ હતા. બાદમાં આ બનાવનો ફરિયાદી અને હતભાગીનો પુત્ર એવો અશોકકુમાર સોલંકી છકડો લઇને પોતાની માતા પાસે જઇ રહ્યો હતો તે દરમ્યાન યાદવનગર સામે મંજુબેન અને તેમના બહેન લાકડાં વીણીને માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે ગાંધીધામથી કંડલા તરફ જઈ રહેલ ડમ્પરના ચાલકે તેમને હડફેટમાં લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ આદરી છે.