ચોપડવાની કંપનીમાં ફોર ક્લિપ મશીન ફરી વળતાં આધેડનું મોત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ ચોપડવાની કંપનીમાં ફોર ક્લિપ મશીન ફરી વળતાં આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 18/1ના સાંજના અરસામાં આ ઘટના બની હતી. ચોપડવાની શ્રી કેમ ફૂડ નામની કંપનીમાં કામ કરનાર કામ કરનાર હતભાગી એવા બિમલ અગ્રવાલ નામના આધેડ ગેટ તરફ જઇ જઈ રહ્યા હતા તે સમયે ફોર ક્લિપ મશીન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. મશીનના ચાલકની બેદરકારીના કારણે આધેડને ટક્કર લગતા તે નીચે પટકાયા હતા. તે સમયે આ મશીનના પૈડાં આધેડ પરથી ફરી વળતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ આધેડને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.