સંતોના સાંનિધ્યમાં ભુજ ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વનો પ્રારંભ

કચ્છ ના પાટનગર ભુજ ખાતે આજરોજ નૂતન સ્વામિનારાયણ મંદિર મધ્યે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ પર્વ નો પ્રારંભ ભુજ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવદ્જીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો, મુખ્ય યજમાન અને મંદિર ના સલાહકાર નારાણપરના શ્રી. રામજીભાઇ દેવજી વેકરિયા સમગ્ર પરિવાર, ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાણભાઈ મનજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજીભાઈ કેશરા રાઘવાણી, રવજીભાઈ ( રવિ ) પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા, મંદિર ના મુખ્ય કોઠારી શ્રી.મુરજીભાઈ શિયાણી, ઉપ કોઠારી શ્રી. જાદવજીભાઈ ગોરસીયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારો ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું.
ચોવીસી અને દેશવિદેશ ના લોકો માં આ મહાપર્વ ને લઈને ઉત્સાહ નો માહોલ વચ્ચે આજે પ્રથમ દિવસ ના વહેલી પરોઢે અનેક સત્સંગીઓ ચોવીસી ના ગામડે ગામડે થી માળા ફેરવતાં ફેરવતા પગપાળા ચાલી ને મંદિરે મંગળા આરતી કરવા પહોંચ્યા હતા. મંગળા ને શણગાર આરતી બાદ મંદિર માં બિરાજમાન દેવો ના સન્મુખ જુદા જુદે ડ્રાયફ્રુટ ના અન્નકુટ ધરાવવામાં આવ્યા હતા.
કથા ના પ્રારંભે વ્યાસપીઠે બિરાજમાન શાસ્ત્રી સ્વામી શ્રી ગૌલોકવિહારીદાસજી અને બીજાસત્ર માં શાસ્ત્રીસ્વામી શ્રીપ્રકાશદાસજી એ મનુષ્ય જીવન માં શિક્ષાપત્રી નું શું મહત્વ છે તે સમજાવવા તે સમજાવતાં શિક્ષાપત્રી પંચાહ જ્ઞાનયજ્ઞ પારાયણ નો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે વાદ્ય સંગીત માં સ્વામી શ્રીજીનંદનદાસજી, નીલકંઠમુની દાસજી, વાસુદેવપ્રિયદાસજી, કપિલમુનીદાસજી સંગત આપી રહ્યા છે
આજે બપોર પછી ના સત્ર માં યજમાન પરિવારો તરફથી સુવર્ણ અને રજત ની શિક્ષાપત્રીઓ ભારત ની જુદી જુદી ભાષાઓમાં જેવી કે સંસ્કૃત , હિન્દી, ગુજરાતી, અંગ્રેજી માં મંદિર ને અર્પણ કરવામાં આવી હતી આ શિક્ષાપત્રીઓ સહભાગી યજમાનો માં કુંભારીયા અ. નિ. મગનભાઈ જીવણ ચૌહાણ પરિવાર, અંજાર મંદિર ના અ. નિ. સા.યો શાંતાબાઈ હસ્તે સા.યો ત્રિવેણીબેન, મુંબઈ ના સૂર્યકાંતભાઈ અને અમરીશભાઈ ચૌહાણ, શ્રી. જમનાબેન બાંભણીયા, તેમજ અ. નિ. સંતો ના સ્મૃતિ માં કુંદનપર ના રામબાઈ કેરાઈ, વિજય ભાઈ તથા જીતેન્દ્ર ખીમજીભાઇ કેરાઈ સહભાગી થયા હતા.
આ મહાપર્વ માં ચોવીસી ગામો ના હરિભક્તો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ સાથે અબડાસા અને વાગડ વિસ્તાર મળી ૩૦૦થી વધારે હરિભક્તો જુદી જુદી સેવાઓમાં કરી રહ્યા છે.
કથા સંચાલન નો સરસ દોર સ્વામી શ્રી દેવચરણદાસજી અને સ્વામી શ્રી. હરિકૃષ્ણપ્રિયદાસજી સાંભળી રહ્યા છે. બહોળી સંખ્યા માં દેશ વિદેશ ના હરિભકતો આ મહાપર્વ નો લાભ લઈ રહ્યા છે