અંજારના નવાનગરમાં 20 વર્ષીય યુવા પરીણિતાનો આપઘાત

sus

copy image

copy image

અંજાર ખાતે આવેલ નવાનગરમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ચકચારી બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારના નવાનગરમાં ગત સાંજના અરસામાં આ આપઘાતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર નિશુ ઉપેન્દ્ર રાજકુમાર નામની યુવાન પરીણિતા પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર પરીણિતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ પરીણિતાએ કયા કારણોસર આવું પગલુ ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.