અંતરજાળમાં 22 વર્ષીય યુવાને જીવનલીલા સંકેલી
copy image

અંતરજાળમાં રહેનાર 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.ગત તા. 19/1ના રોજ આ ઘટના બની હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અંતરજાળના ગોપાલનગર વિસ્તારમાં રહેનાર હરીશ ખાંડેકા નામનો યુવાન ઘરે હતો તે સમયે કોઈ અગમ્ય કારણે રાતના સમયે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.