જન કલ્યાણ અર્થે લખાયેલી શિક્ષાપત્રીને ૨૦૦ વર્ષ થતાં ભુજ ખાતે સુવર્ણ અને રજત શિક્ષાપત્રી નું આચાર્ય મહારાજ ની ઉપસ્થિતિ માં પૂજન કરાયું

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવ ના દ્વિત્ય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે શણગાર આરતી સાથે ડ્રાયફ્રૂટ અન્નકુટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા.. પ્રથમ અને દ્વિત્ય સત્ર માં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજી અને ગોલોક વિહારી દાસજી મનુષ્યે કહેવા પ્રકાર નું જીવન જીવું જોઈએ તે પર ધર્મ રૂપી કથાઓ નો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, આ લોક નો કોઈપણ મનુષ્ય જીવાત્મા પોતાના જીવનમાં ધર્મ ભક્તિ ને અપનાવશે તો શ્રેષ્ઠ સુખાકારી જીવન નો સહભાગી બનશે.

આજરોજ સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મકુળ થી આચાર્ય શ્રી. કૌશેલેન્દ્રપ્રસાદજી મહારાજ ની ઉપસ્થિતિ માં આ મહાપર્વ મહોત્સવ દાતાશ્રીઓ ને સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ સુવર્ણ અને રજત શિક્ષાપત્રી નું પૂજન અને અભિષેક ભુજ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી. ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો માં શ્રી . જગતપાવન દાસજી, શ્રીહરિદાસજી, શ્રી. રામસ્વરૂપદાસજી, શ્રી.દેવકૃષદાસજી, શ્રી બાલકૃષ્ણદાસજી, કાર્યવાહક કોઠારી સંત શ્રી. દેવપ્રકાશદાસજી વિગેરે સંતો સાથે મુખ્ય યજમાન નારાણપરના શ્રી. રામજીભાઇ દેવજી વેકરિયા સમગ્ર પરિવાર, ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાણભાઈ મનજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજી કેશરા રાઘવાણી, રવજીભાઈ ( રવિ ) પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા, મંદિર ના મુખ્ય કોઠારી શ્રી.મુરજીભાઈ શિયાણી, ઉપ કોઠારી શ્રી. જાદવજીભાઈ ગોરસીયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારજનોએ લાભ લીધો હતો.

આ પ્રસંગે ખાસ ૨૦૦ કિલ્લા ડ્રાયફૂટ નો સરસ લાડુ બનાવી એ પર સહજાનંદ સ્વામી મહારાજ ની મુર્તિ અર્કિત કરી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ના સ્લોગન સાથે વિધિવિધાન સાથે હરિકૃષ્ણ મહારાજ ને અર્પણ કરવામાં આવેલ.

આ પ્રસંગે ભુજ વિસ્તાર ના ધારાસભ્ય શ્રી. કેશુભાઈ પટેલ, કચ્છ અને ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી. દેવજીભાઈ વરચંદ, શ્રી. ભીમજીભાઈ જોધાણી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી. વિનોદભાઈ વરસાણી, ઉપપ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, મહામંત્રી શ્રી. ધવલભાઈ આચાર્ય, શહેર પ્રમુખ શ્રી. મિતભાઈ ઠક્કર ઉપપ્રમુખ શ્રી જયંત ઠક્કર, ટ્રસ્ટીઓમાં, અનિલભાઈ ગોર, શશિકાંતભાઈ ઠક્કર, દેવશીભાઈ હિરાણી વિગેરે કચ્છ અને શહેર ના જુદા જુદા વ્યવસાયો સાથે જોડાયેલા મહાનુભવો ઉપસ્થિતિ રહ્યા હતા..