સામખિયાળીની હોટેલમાં જમ્યા બાદ ઢળી પડતાંની સાથે જ યુવાનનું મોત

copy image

copy image

સામખિયાળીની હોટેલમાં જમ્યા બાદ ઢળી પડતાં અરવિંદસિંઘ દલવીરસિંઘનું મોત થયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે સામખિયાળીમાં ચામુંડા હોટેલ નજીક સાંઇધામ મંદિર પાસે બનેલ આ બનાવ અંગે વધુમાં માહિતી મળી રહી છે, જે અનુસાર રાજવી લોજિસ્ટિકમાં કામ કરનાર 35 વર્ષીય અરવિંદસિંઘ નામનો યુવાન હોટેલમાં જમવા માટે ગયેલ હતો. જમી લીધા બાદ અચાનક ઢળી પડતાં આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તજવીજ હાથ ધરી છે.