કંડલા પોર્ટમાંથી રૂા. 8.07 લાખના વાયરની ચોરી
copy image

ગાંધીધામ રેલવે ઇલેક્ટ્રિકનાં કામ માટે લગાવેલા રૂા. 8,07,408ના કોપર કેટેનરી કન્ટેકટ વાયરની તસ્કરોએ ચોરી કરી હતી.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ એનર્જી ગ્લોબલ ઇન્ફ્રા પ્રા. લિમિટેડ કંપનીમાં સ્ટોરેજ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ફરિયાદી એ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર આ કંપની કંડલા જેટી પોર્ટ બર્થ લાઇન પર રેલવે ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરી રહી છે. પોર્ટમાં ચોરીનો પ્રથમ બનાવ તા. 25-6ના બન્યો હતો. સિકયુરિટી ઇન્ચાર્જને જાણ થઇ હતી કે રેલવે લાઇનના થાંભલા પરથી વાયર ગાયબ છે. તપાસ કરતાં પોર્ટ રેલવે ટ્રેક ચેનેજ 00/21થી 0024 સુધીના વિસ્તારમાં વાયર ચોરાયો હતો.તેમજ બીજો બનાવ તા. 28-6ના બન્યો હતો.તસ્કરોએ ફરી અંજામ આપ્યો હતો. તસ્કરોએ કુલ્લ રૂા. 8,07,408ના વાયરની ચોરી કરી હતી તેમજ 4360 મીટર વાયર કાપીને ભારે નુકસાન પહોંચાડયું હતું. પોલીસે તપાસ હાથ ધરી છે.