યુવતીને પ્રેમજાળમાં ફસાવી બે વાર ગર્ભવતી કરી લગ્ન ન કરતાં છેતરપિંડી
copy image

માંડવીમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધી અને બે વાર ગર્ભવતી બનાવી લગ્ન ન કરતાં આરોપી વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવાઈ છે. મળતી માહિતી મુજબ આ અંગે માંડવી પોલીસ મથકે ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી ફરિયાદી યુવતી સાથે પ્રેમ કરી તેની સાથે જ લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી અવારનવાર અલગ-અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી ફરિયાદી યુવતીને બે વાર ગર્ભવતી કરી હતી અને ગર્ભ ભોગ બનનાર પાસે ગોળી વડે ગર્ભપાત કરવી આરોપીએ લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આમ ફરિયાદી યુવતીની જિંદગી બરબાદ કર્યા અંગેની ફરિયાદ લખાવતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.