અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રને વેજલપુર પોલીસે ઝડપ્યા

image-213

copy image

copy image

સૂત્રોમાંથી મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે જે અનુસાર અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રને વેજલપુર પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં વિગતો સામે આવી છે, વેજલપુર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એક સફેદ એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટ તરફથી ડ્રગ્સ લઈને પસાર થવાના છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. અને બાતમી વાળું વાહન આવતા તેને અટકાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન એક્સેસ પર સવાર આ માતા-પુત્ર પાસેથી 246 ગ્રામ 800 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ હતો, જેની બજાર કિંમત અંદાજિત રુપિયા 7,40,000 થવા પામે છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.