કોટડા જડોદરમાં સ્વાને વાછરડાને ગંભીર રીતે ઘાયલ કરી દેતાં નખત્રાણા મુકામે પ્રાથમિક સરવાર બાદ વધુ સારવાર માટે સુપા સ્વર જૈન યુવક મંડળ પશુ હોસ્પિટલ ભુજ ખાતે મોકલવામાં આવેલ

મોડી રાત્રે કોટડા જડોદર મુકામે_ એક વાછરડાને સ્વાન દ્વારા ખુબ ગંભીર રીતે ઘાતક ઇજા પહોંચાડેલ.
જેની જાણ ગૌવંશમ ગ્રુપ કોટડા(જ )ને થતાં_તેમને જસવંતગીરી ગોસ્વામી નો સંપર્ક કરી અને વાછરડા ને તાત્કાલિક નખત્રાણા લઈ આવ્યા. નખત્રાણા મુકામે દીક્ષિતભાઈ ધોળું દ્વારા ડ્રેસિંગ કરી અને ટાંકા લઈ સારવાર કરવામા આવી. તેમજ વધુ સારવાર માટે સુપા સ્વર જૈન યુવક મંડળ પશુ હોસ્પિટલ ભુજ ખાતે મોકલવામાં આવેલ છેલ્લા 17 વર્ષથી ગૌવંશમ ગ્રુપ દ્વારા 24 કલાક નિસ્વાર્થ સેવા કાર્ય નખત્રાણા તાલુકામાં કરી રહ્યા છે આ સેવા કાર્યને નખત્રાણા તાલુકાના ગૌપ્રેમીઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા બિરદાવવામાં આવે છે આ સેવા માં ડોક્ટર દીક્ષિત ભાઈ પટેલ જે આર ગોસ્વામી રાજદીપસિંહ જાડેજા ધમભા સોઢા અંકિત ગોસ્વામી મયંક પંડ્યા દર્શન પંડ્યા શોકભાઇ રબારી જયદીપસિંહ જાડેજા પુથ્વીદાન ગઢવી તેમજ ગૌ પ્રેમીઓ આ સેવા કાર્યમાં જોડાયા હતા