મીઠી રોહરમાંથી શરાબની બોટલો સાથે એક ઈશમને પોલીસે દબોચ્યો

copy image

copy image

મીઠી રોહર-મોડવદર પુલિયા નજીકથી 9100ના શરાબના જથ્થા સાથે પોલીસે એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ મામલે વધુમાં સૂત્રોનું કહેવુ છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે મીઠીરોહરના આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો. પકડાયેલ શખ્સની તપાસ કરવામાં આવતા તેની પાસેથી રૂા. 9,100ની સાત શરાબની બોટલ નીકળી પડી હતી. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સ કોના માટે કામ કરે છે? ક્યાંથી દારૂ લાવ્યો હતો તે સહિતની વિગતો હજુ પણ અકબંધ છે.