નંદગામ-નાની ચીરઈમાં લાકડાં માથે પડતાં 27 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો
copy image

ભચાઉ તાલુકાના નંદગામ-નાની ચીરઈમાં લાકડાં માથે પડતાં 27 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ ગોઝારા બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, કંડલામાં રહેનાર ઉપેન્દ્ર નામનો યુવાન ટ્રકમાં લાકડાં ભરી કંડલાથી નંદગામ-નાની ચીરઈ આવેલ હતો. જ્યાં મદ્રાસ ટિમ્બર ઈડસ્ટ્રીઝમાં પહોંચી લાકડાં બાંધેલી રસ્સી ખોલવા જતાં લાકડાં તેના ઉપર પડયાં હતાં. આ ગોઝારા બનાવમાં લાકડાં નીચે દબાઈ જતાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું.