ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા PM SVANidhi યોજના હેઠળ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડના શુભારંભ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની PM SVANidhi યોજના અન્વયે લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ
કાર્ડ શુભઆરંભ તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને તીરૂવનંતપુરમ્ કેરળ ખાતે યોજનાર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કાર્યક્રમનું આયોજન શ્રી અગ્રસેન ભવન ગાંધીધામ
ખાતે રાખવામાં આવેલ હતી.
કાર્યક્રમમાં ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિશિપલ કમિશ્નર શ્રીસંજ્યકુમાર રામાનુજ, બેંક મેનેજરશ્રીઓ તેમજ ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફગણ અને
બહોળી સંખ્યામાં લાભાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા,
PM SVANidhi યોજના હેઠળ કુલ-૧૮ લાભર્થીઓને કુલ રૂ,૬,૦૫૦૦૦/-ની લોનસહાય મંજુરી પત્ર સ્ટેજ પરથી આપવામાં આવેલ, તેમજ ક્રેડિટ કાર્ડ મેનેજર
શ્રીવિજયભાઇ હડિયા દ્વારા લાભાર્થીઓને રૂ.૩૦૦00/- ના કેશ ક્રેડિટ કાર્ડ વિશે માહિતગાર કરવામાં આવેલ, તેમજ યોજનાકિય માહિતી ગાંધીધામ મહાનગરપાલિકાના મેનેજર
શ્રીમતિ વિમલબેન હેરમા દ્વારા આપવામાં આવેલ, ત્યારબાદ વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને તીરુવનંતપુરમ્ કેરળ ખાતે યોજનાર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ સાથે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના તમામ નોંધાયેલ શહેરી શેરી ફેરિયાઓ PM SVANidhi યોજનાનો વધુમાં વધુ લાભ લેવા ગાંધીધામ મહાનગરપાલિકાના
યુ.સી.ડી.-વિભાગ રૂમનં-૭નો સંપર્ક કરવા ગાંધીધામ મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.