સસ્તા સોનાની લાલચે ઠગાઇ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી અને કુલ રૂ.૨૪ લાખ કબ્જે કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપનાર આરોપીઓનો જે લોકો ભોગ બનેલ હોય તેઓ ભોગબનનારની તાત્કાલિક ફરીયાદ લઇ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે સુચના આપેલ હોય.
ગઇ તા.૨૨/૦૧/૨૦૨૬ ના રોજ ફરીયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરીયાદ હકીકત જાહેર કરેલ કે, આરોપીઓ (૧) યોગેશભાઇ જેનું સાચુ નામ રમજુ કાશમશા શેખ રહે.શેખ ફળીયુ ભુજ (૨) હાજી સાહેબ જેનું સાચુ નામ અનવરખાન આમદખાન પઠાણ રહે.ભુજ તથા (૩) અહેમદભાઇ જેનું નામ આમદશા જુસબશા શેખ રહે. ધમડકા તા.અંજારવાળાઓ એકસંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી પોતાનો સમાન ઈરાદો બર લાવવા સારૂ ગુન્હાહિત કાવતરૂ રચી અને બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપે છે તેવી કપટપુર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે ઉપરોકત વ્યકિતઓએ ખોટા નામ ધારણ કરી રમજુ કાશમશા શેખ ના કબ્જાની ઓફીસ પર ઉપરોકત નંબર-(૧) (૨) વાળાઓએ ફરીયાદી સાથે મીટીંગ કરી સોનાના બિસ્કીટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતા ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી પાસેથી 30,00,000/- લઇ સોનું આપવાની લાલય આપી તે રૂપીયા મેળવી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા પરત ન આપી બાદ ફરીયાદીને સમાધાન કરવા અંજાર મધ્યે બોલોવી આરોપી નં.(૧) તથા (૩) વાળાએ ધાક ધમકી કરી ધકબુશટનો માર મારી જબરદસ્તી સમાધાન લખાણમાં ફરીયાદીની સહી મેળવી અને એક લાખ રૂપીયા પરત આપી બાકીના રૂ. ૨૯,૦૦,૦૦૦/-ફરીયાદીને આજદીન સુધી પરત નહી આપી કે તે રૂપીયાનું સોનું પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણાનાઓએ પોતાના રૂબરૂની ફરીયાદ લઇ અને ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની ક.૩૧૮(૪),૩૧૯(૨),૧૧૫(૨),૩૫૧(૩), ૬૧,૫૪ મુજબનો ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરાવેલ અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર.જેઠીનાઓ ચલાવી રહેલ.
જે ગુનાના નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા જે.બી.જાદવ તથા એમ.એચ.શિણોલનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ. જે સુચના આધારે એલ.સી.બી.
સ્ટાફના એ.એસ.આઇ. સંજયભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનજીભાઇ ડોડીયા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ આરોપીઓની વોચમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી રમજુ કાશમશા શેખ રહે.શેખ ફળીયુ ભુજ તથા આમદશા જુસબશા શેખ રહે. ધમડકા તા.અંજાર વાળા મળી આવતા એલ.સી.બી. ઓફીસ લઇ આવી ઉપરોકત ગુના કામે ધોરણસર અટક કરી અને તેમની પાસેથી કુલ્લ રૂ.૨૪,૦૦,૦૦૦/- ઠગાઇ વિશ્વાસઘાત કરી લીધેલ રકમ કબ્જે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
- રમજુ કાશમશા શેખ રહે.શેખ ફળીયુ ભુજ
- આમદશા જુસબશા શેખ રહે. ધમડકા તા.અંજાર
પકડવાનો બાકી આરોપી
અનવરખાન આમદખાન પઠાણ રહે.ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ
- રોકડા રૂપિયા ૨૪,૦૦,૦૦૦/-
- મોબાઇલ ફોન નંગ – ૦૧, કિ.રૂ. ૧૦,૦૦૦/-
- બલેનો ગાડી રજી. નં. જીજે.૧૨.એફ.એ. ૬૯૧૮ કિં.રૂ.૩,૦૦,000/-
આરોપી રમજ કાશમશા શેખનો ગુનાહિત ઇતિહાસ
- ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૮૧/૨૦૨૦ આઇ.પી.સી. ક. ૧૮૬,૩૩૨,૩૪,૪૦૬,
૪૨૦,૪૮૯(એ),૪૮૯(સી), ૫૧૧ વિગેરે મુજબ
- માધાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૦૩/૨૦૨૧ આઇ.પી.સી. ક.૪૨૦ વિગેરે મુજબ
ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૨/૨૦૨૨ આઇ.પી.સી. ક. ૧૧૪,૨૯૪(બી), ૫૦૬(૨) વિગેરે મુજબ
મુંદરા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૪૦૫/૨૦૨૩ જી.પી.એક્ટ. ૧૩૫ વિગેરે મુજબ
આરોપી આમદશા જુસબશા શેખનો ગુનાહિત ઇતિહાસ
- સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૭૨/૨૦૨૨ આઇ.પી.સી. ક. ૧૧૪,૪૮૯(બી),
અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૩૯/૨૦૨૨ આઇ.પી.સી. ક. ૪૦૬,૪૨૦ વિગેરે મુજબ
૪૮૯(સી) વિગેરે મુજબ
જોરાવરનગર (સુરેન્દ્રનગર) પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૬૩/૨૦૨૨ આઇ.પી.સી. ક. ૧૧૪,૪૮૯(બી), ૪૮૯(સી) વિગેરે મુજબ