ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ તથા એમ.એચ.શિણોલનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, નવીનભાઇ જોષી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા મહિલા કર્મચારી પ્રિયંકાબેન ચાંગાણીનાઓ ભુજ શહેર/તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે, રસીદાબેન લુહાર રહે. ગુલાબનગર ખાસરા ગ્રાઉન્ડ પાસે, ભુજ વાળાઓ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ખેલીઓ બોલાવી જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર ચાલુમા છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ ઇસમો :-

  • સલીમ જાફર કુંભાર ઉ.વ. ૫૦ રહે હાલે લાલ ગ્રાઉન્ડ પાસે અમનગર ભુજ રહે મુળ હાઇસ્કુલ પાસે કોટડા(જ) તા. નખત્રાણા
  • ગની રહેમતુલ્લા થેબા ઉ.વ. ૩૫ રહે. નવાવાસ તયબાદ મસ્જીદ પાસે ભારાપર, ભુજ
  • આદમ અદ્રેમાન રાઠોડ ઉ.વ. ૪૫ રહે. દરગાહની બાજુમાં સેડાતા તા. ભુજ
  • રસીદા જુસબ લુહાર ઉ.વ. ૪૨ રહે. ખાસરા ગ્રાઉન્ડ પાસે ગુલાબનગર, ભુજ
  • બબીબેન કાનજી મકવાણા ઉ.વ. ૪૨ રહે. ડી.પી. ચોક કેમ્પ એરીયા, ભુજ

કબ્જે કરેલ મદામાલ

  • રોકડા રૂપીયા – ૧૨,૯૦૦/-
  • ગંજીપાના નંગ – પર કિં.રૂ.00/-

એમ કુલ્લે કિં.ગ.૧૨,૯૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.