વસંત પંચમીના પાવન દિવસે શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઈ

વસંત પંચમી ના પાવન દિવસે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ,માંડવી ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમના મુખ્ય અતિથિ કોલેજ ના આચાર્ય શ્રી ડો.મહેશ ભાઈ બારડ સાહેબે પોતાના પ્રાસંગિક ઉદબોધન આવકાર તેમજ આજના કાર્યક્રમ વિશે માહિતી આપી.તેમજ વિશેષ મહેમાન કોલેજ ના ટ્રસ્ટ મંત્રીશ્રી ડો.જે. સી .પટેલ સાહેબ પણ આજ ના દિન વિશે તેમજ રાષ્ટ્ર ભક્તિ વિશે સમજ આપી.મુખ્ય વક્તાશ્રી.. માન માંડવી નગર કાર્યવાહ શ્રી ઈશ્વર ભાઈ દડગા એ સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સમજાવી ને શિક્ષકોને રાષ્ટ્ર હિત ધ્યાને રાખી શિક્ષણ ક્ષેત્રે ઉમદા કર્તવ્ય બજાવવા આહવાન કર્યું હતું. સાથે સાથે પંચ પરિવર્તન વિશે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ,માંડવી ના પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું..કાર્યક્રમ માં તાલુકા અધ્યક્ષ શ્રી નિલેશ ભાઈ અબોટી,હિરેન ભાઈ વાસાણી તથા વિધાલય નાં શિક્ષકો જોડાયા હતા.કાર્યક્રમ ની વ્યવસ્થા શ્રી એસ.વી.કોલેજ ના પ્રોફેસર બંધુઓ તેમજ ભગીની ઓએ સાંભળી હતી.આભારવિધિ ડો.મહેશભાઈ બારડ સાહેબ દ્વારા કરવામાં આવી..એવું પ્રચાર પ્રસાર મંત્રી શ્રી દેવલ ભાઈ પટેલ ની યાદી માં જણાવાયું છે.