“શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન “ થીમ પર કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ “ની ઉજવણી

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે ની આજ્ઞા મુજબ “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન “ થીમ પર કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિ “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ “ની ઉજવણી કરી રહ્યું છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતે નવનિયુક્ત થયેલા ડ્રાઇવરો તથા હેલ્પરો માટે દ્વિ દિવસીય પ્રી સર્વિસ તાલીમ નું આયોજન ભુજ નગરપાલિકા ટાઉનહોલ ખાતે થઈ રહ્યું છે ત્યારે આજ રોજ તા ૨૩/૦૧/૨૦૨૬ ના રોજ આરટીઓ ભુજ તથા પોલીસ દ્વારા ડ્રાઇવરો તથા હેલ્પરો માટે સડક સુરક્ષા બાબતે વિશિષ્ટ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં આશરે ૫૫૦ જેટલા ડ્રાઇવરો તથા ૧૫૦ જેટલા હેલ્પરો ઉપસ્થિત રહેલ.આરટીઓ ભુજ કચેરી ના એઆરટીઓ શ્રી સી.આઈ.મહેરા સાહેબ એ આ પ્રસંગે ડ્રાઇવરો એ રાખવાની થતી તકેદારી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ટ્રાફિક પી.એસ.આઈ શ્રી આર.વી જોશી એ સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે રાહવીર યોજના ,હિટ એન્ડ રન યોજના ,કેશલેસ ટ્રીટમેન્ટ વગેરે બાબતે માહિતગાર કર્યા હતા. આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર તેમજ રોડ સેફ્ટી એક્સપર્ટ શ્રી અંકિત પટેલ એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ના માધ્યમથી એસટી બસ ના ડ્રાઇવરોને પોતાની ફરજો,બસના રૂટીન મેન્ટેનન્સ,લેન ડ્રાઇવિંગ વગેરે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.સેમિનાર ના અંત માં ટાઉન હોલ ખાતે હાજર તમામને રોડ સેફ્ટી બાબતે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સેમિનાર ના અંતે તમામ ડ્રાઇવરો તથા હેલ્પરોએ નાગરિકોની સુખાકારી માટે પોતાની ફરજો ઉત્કૃષ્ટ રીતે બજાવસે એમ બાહેંધરી આપી હતી.