કચ્છ પધારેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત

આજરોજ ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સૌએ કચ્છની ધરતી પર મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઇ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી અનિરુધ્ધભાઇ દવે, શ્રી માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદ વરસાણી સહિત અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ભીમજીભાઇ જોધાણી, શ્રી મીતભાઇ ઠક્કર સહિતના અગ્રણીશ્રીઓએ હાજર રહી મુખ્યમંત્રીશ્રીનું હ્રદયપૂર્વક સ્વાગત કર્યું હતું.