જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ

    આજરોજ કચ્છ કલેક્ટર કચેરી ભુજ ખાતે ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન સહિત ચૂંટણી પ્રક્રિયાને લગતી વિવિધ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું પ્રશસ્તિપત્ર આપીને કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

        ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ ઉપસ્થિત કર્મયોગીશ્રીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કેઅનેક વીર જવાનોના બલિદાન બાદ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી છે. કલેક્ટરશ્રીએ દરેક નાગરિકને પ્રાપ્ત થયેલા સમાન મતાધિકારને લોકશાહી માટે મજબૂત આધાર ગણાવ્યો હતો. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કેલોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થાપન પારદર્શિતા સાથે થાય છે તે ખૂબ જ જરૂરી છે. કલેક્ટરશ્રીએ ભારતીય ચૂંટણી તંત્ર સાથે કામગીરીમાં જોડાતા તમામ કર્મયોગીશ્રીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કેતેઓ દેશની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

        પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડાએ સન્માનિત થયેલા તમામ કર્મયોગીશ્રીઓને અભિનંદન પાઠવીને દેશની લોકશાહી મજબૂત બને તે ધ્યેયથી કામગીરી કરતાં રહેવા જણાવ્યું હતું.

 કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક બારહટે સૌ ઉપસ્થિતોને આવકારીને ભારતમાં ઈલેક્શન કમિશનની સ્થાપનાસ્વાયત્તતા તેમજ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અંગે વિગતવાર માહિતી આપી હતી.

        આ કાર્યક્રમમાં સ્પેશિયલ ઈન્સ્ટેન્સિવ રિવિઝન સહિત ચૂંટણી પ્રક્રિયાની વિવિધ કામગીરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કર્મયોગીશ્રીઓનું કચ્છ કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય એવા નવા મતદાતા યુવક યુવતીઓને કલેક્ટરશ્રીના હસ્તે ચૂંટણી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

        નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક બારહટમુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી ભગીરથસિંહ ઝાલા માંડવી મામલતદારશ્રી પ્રદ્યુમ્નસિંહ જેઠવા સહિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓચૂંટણી નાયબ મામલતદારશ્રી પુલીન ઠાકર તથા અન્ય નાયબ મામલતદારશ્રીઓસેક્ટર ઓફિસર્સબૂથ લેવલ ઓફિસર્સ અને ચૂંટણી શાખાના સ્ટાફને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સૌએ સાથે મળીને લોકશાહીને મજબૂત બનાવવા માટે અને મતાધિકારનો ઉપયોગ કરવા શપથ લીધા હતા. ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીને લઈને ઉપસ્થિત સૌએ ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા શ્રી ગ્યાનેશ કુમારનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો.        

  આ કાર્યક્રમમાં ભુજ પ્રાંત અધિકારીશ્રી અનીલ જાદવજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.