જિલ્લા ભાજપ દવારા  કચ્છ કમલમ ખાતે ધ્વજવંદન કરાયું

કચ્છ જિલ્લા ભાજપ દવારા 26 મી જાન્યુઆરી, પ્રજાસતાક પર્વ નિમિતે જિલ્લા ભાજપ કર્યાલયે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જેમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, જિલ્લા સંગઠન ના આગેવાનો,ભુજ શહેર ભાજપ ના હોદેદારો, નગરપાલિકા ના કાઉન્સિલરો, વિવિધ મોરચાના આગેવાનો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ઉદબોધન કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે સૌને પ્રજાસતાક પર્વ ની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે માત્ર એક દિવસ ધ્વજવંદન કરવાથી આપણી ફરજ પુરી થતી નથી પણ 365 દિવસ દરેક નાગરિકનું વર્તન દેશભક્તિ હોવું જોઈએ. જો આપણે પોતાની ફરજ સમજી દેશના વિકાસ માટે નાનું યોગદાન પણ આપીએ અને દેશના વિકાસ માટેની દિશામાં કાર્ય કરીએ તો એ પણ એક મોટી દેશસેવા છે.આમ દેશના વિકાસ થકી વિશ્વના વિકાસ અને કલ્યાણ માં સહભાગી થવા આહવાન કર્યું હોવાનું જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદી માં જણાવાયું હતું.