દિવ્યાંગ વિધાર્થીઓએ અંધજન મંડળ કેસી.આર.સી ભુજ ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી

દિવ્યાંગ વિધાર્થીઓએ અંધજન મંડળ કેસી.આર.સી ભુજ ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાનશ્રી વાલજી ભાઈ વાઘજીયાણી અને તેમના ધર્મપત્ની તથા સંસ્થાના મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ, સંસ્થાનો દરેક સ્ટાફ, વિશિષ્ટ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
દિવ્યાંગ વિદ્યાર્થીઓના યુનિફોર્મના દાતાશ્રી વાલજીભાઈ ના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો દેશભક્તિ ગીત ઉપર વિદ્યાર્થીઓએ ડાન્સ કર્યો અને એક વિદ્યાર્થીએ કાર્યક્રમને અનુરૂપ સ્પીચ આપી ત્યારબાદ દાતાશ્રી વિમલભાઈ ઠક્કર દ્વારા દરેકને ફાફડા અને જલેબી નાસ્તો કરાવવામાં આવ્યો. 🇮🇳🇮🇳🇮🇳