26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે પીઠડ માતાજી મંદિર પરિસરમાં દેશભક્તિ, શ્રદ્ધા અને રાષ્ટ્રભાવનાનો ગૌરવપૂર્ણ સંગમ

અંજાર ખાતે પીઠડીયા–લોલાડીયા પરિવાર દ્વારા શિશિર નવરાત્રીના પાવન અવસરે પીઠડ માતાજીની ઉપાસના શ્રદ્ધાભાવ સાથે કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાનો વિશેષ સમાવેશ રહ્યો હતો. 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન તથા મહાસુદ અષ્ટમીના પાવન સંયોગે પીઠડ માતાજીના મંદિર પરિસરને ત્રિરંગાના રંગોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં લહેરાવતા ત્રિરંગા ધ્વજોએ “જય હિન્દ” અને “વંદે માતરમ્”ના નાદ સાથે સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિથી ગુંજાવી દીધું હતું.કુટુંબ ના સભ્ય પીઠડીયા જીતેશભાઈ ના જણાવ્યા મુજબ આ પાવન અવસરે વૈદિક વિધિ અનુસાર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનમાં બેસવાનો અવસર હેમલભાઈ, અને આશીષ ભાઈને હવન બેસવાનો અવસર મળ્યો હતો.શાસ્ત્રોક્ત વિધિ ચંદ્રકાન્ત મહારાજ દ્વારા કરવામાં આવી હતી.હવન દરમિયાન ઉપસ્થિત ભક્તોએ જવ, તલ તથા નારિયેળની આહુતિ અર્પણ કરી ભારતની અખંડતા, એકતા, સમૃદ્ધિ તથા વિશ્વ શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. હવન પૂર્ણ થયા બાદ સર્વે કુટુંબજનો તથા ભક્તોએ એકસાથે બેસી મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ સમગ્ર ધાર્મિક આયોજન દ્વારા ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને દેશભક્તિનું ગૌરવપૂર્ણ પ્રદર્શન થયું હતું. માતાજી પ્રત્યેની અખૂટ આસ્થા સાથે માતૃભૂમિ પ્રત્યેનું અડગ સમર્પણ આ અવસરે સ્પષ્ટ રીતે પ્રગટ થયું હતું.
આ કાર્યક્રમમાં સેવા આપવામાં જીતેશભાઈ, પીયૂષભાઈ, પરાગભાઈ,જયેશભાઇ, મનસુખભાઇ, પ્રતિકભાઈ, હાર્દિકભાઈ, માનવભાઈ, સહયોગ મળ્યો હતો.
જય હિન્દ 🇮🇳 | જય પીઠડ માતાજી 🙏