શેખરણ પીર ટાપુ પર ૭૭મા પ્રજાસત્તાક દિન નિમિતે ભવ્ય ધ્વજવંદન

૭૭મા પ્રજાસત્તાક દિનના પાવન અવસરે શેખરણ પીર ટાપુ પર ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી શિવજીભાઈ ડાંગર હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.વી. ડાંગર તેમજ વાયોર પોલીસ સ્ટાફની નોંધપાત્ર હાજરી રહી હતી. સાથે સાથે બીએસએફ, એનસીસીના જવાનોએ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રાષ્ટ્રધ્વજ ફરકાવતાં રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિની ભાવના છલકાઈ ઉઠી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.