કચ્છના રાપરમાં ૩,માંડવીમાં ૧ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રિમોન્સુન એકટીવીટી સાથે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અનેક જીલ્લાઓમાં ઝાપટાથી માંડી ૩ ઈંચ વરસાદ વરસતા ચોમાસાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કચ્છમાં વાતાવરણ પલ્ટાયુ છે અને જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થાય છે અને તેના કારણે ખેડૂતો પણ વાવણી કાર્યની તૈયારી કરવા લાગ્યા છે. જ્યારે જે વિસ્તારોમાં વાવણી થયા બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે

કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકાતા ખેડૂતોમા હર્ષની લાગણી ફેલાઈ હતી. જયારે રામોદમા એક કલાકમા ત્રણ ઇંચ જેટલો ખાબકતા નદીઓ વહેતી થઈ હતી
