બનાવટી ડિટેઈન મેમો બનાવી આર.ટી.ઓ.ભુજ ખાતે રજુ કરનાર ગુના કામેના આરોપીને પકડી પાડતી વાયોર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી,પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગના નખત્રાણા દ્વારા ગુના કામે અટક કરવાના બાકી આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ હોય.

જે અનુસંધાને વાયોર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૧૨૬૦૦૦૧/- ૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૩૬(૨),૩૩૭,૩૩૯,૩૪૦(૧),૩૪૦(૨),૩૪૧(૧),૩૪૧ (૨),૩૪૧(૪), ૬૧ મુજબનો ગુનો તા.૦૫/૦૧/ ૨૦૨૬ ના રોજ નોંધાયેલ છે જે ગુના કામેની હકિકત એવી છે કે, સદર ગુના કામેનો આરોપી રાવલ ઉર્ફે રાહુલ મીસરી જત રહે.હોથીયાંય, તા.અબડાસા-કચ્છ વાળાએ પોતાના કબ્જાની મહેન્દ્રા સ્કોર્પીયો ગાડી રજી.નં. જીજે.૧૨ સીજી.૯૮૫૪ વાળીને ગઈ તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ વાયોર પોલીસ સ્ટેશનમાં એમ.વી.એકટ કલમ-૨૦૭ મુજબ ડીટેઇન કરી આર.ટી.ઓ. કચેરી ખાતે દંડ ભરવા ડીટેઇન મેમો આપેલ હતો તે ડિટેઈન મેમામાં વધુ દંડ આવે તેમ હોય દંડની મોટી રકમ ભરવાથી બચવા વાયોર પોલીસ સ્ટેશનના ડીટેઇન મેમાની જગ્યાએ દયાપર પોલીસ સ્ટેશનનો બનાવટી મેમો બનાવી તેના ઉપર દયાપર પોલીસ સ્ટેશનનો સિક્કો મારી તે મેમામાં રાજયસેવકની ખોટી વિગતો ભરી તેમજ સહી કરી આ મેમો બનાવટી હોવાનું જાણવા છતા તેને ખરા તરીકે આર.ટી.ઓ. ભુજમાં રજુ કરેલ હોય જે અંગે ઉપરોકત મુજબનો ગુનો દાખલ થતા આ કામેનો આરોપી નાસતો-ફરતો હોય જે આરોપીની તપાસમાં વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે.વી.ડાંગરનાઓ પોલીસ સ્ટાફ સાથે હતા તે દરમ્યાન આ કામેનો આરોપી રાવલ ઉર્ફે રાહુલ મીસરી જત રહે.હોથીયાંય, તા.અબડાસા-કચ્છ વાળો ખાનગી ટ્રાવેલ્સમાં ભુજ થી રાજસ્થાન અજમેર જતો હોવાની ચોક્કસ બાતમી હકિકત મળતા વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ

પોલીસ ઇન્સપેકટરશ્રી કે.વી.ડાંગર સા. તથા એ.એસ.આઇ. રવિન્દ્રસિંહ એલ.સોઢા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ ચૌધરી તથા પેરોલ ફર્લો સ્કોડ, ભુજ ના પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા નાઓ સાથે પીપરાળા ચેક પોસ્ટ ખાતે જઈ રાજેસ્થાન બાજુ જતી ખાનગી ટ્રાવેલ્સના ચેકીંગમાં હતા તે દરમ્યાન એમ.આર.ટ્રાવેલ્સની બસમાં ચેકીંગ દરમ્યાન આ કામેનો આરોપી રાવલ ઉર્ફે રાહુલ મીસરી જત ઉ.વ.૩૯ રહે.હોથીયાંય, તા.અબડાસા-કચ્છ વાળો મળી આવતા રાઉન્ડ અપ કરી વાયોર પોલીસ સ્ટેશન ખાતે લાવી અટક કરી બનાવટી મેમો બનાવમાં અન્ય કોઇએ મદદગારી કરેલ છે કે કેમ? તથા બનાવટી મેમો કયા અને કોની પાસે બનાવેલ છે ? વિગેરે મુજબની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપીનું નામ,સરનામું:-

(૧) રાવલ ઉર્ફે રાહુલ મીસરી જત ઉ.વ.૩૯ રહે.હોથીયાંય, તા.અબડાસા-કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિંમત રૂપીયા.૨૦૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરી વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી કે.વી.ડાંગર તથા એ.એસ.આઇ. રવિન્દ્રસિંહ એલ. સોઢા તથા એ.એસ.આઇ. ડાયાભાઇ કે. ગઢવી તથા પો.કોન્સ. પ્રકાશભાઇ ચૌધરી તથા પો.કોન્સ. આશીષભાઇ દેસાઇ તથા પેરોલ ફર્લો સ્કોડ ભુજ ના પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.