પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રાગપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ, મુંદરા વિભાગ, મુંદરાનાઓએ દારૂ તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોઇ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પો.સ્ટે.ના સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ગોપાલભાઇ દામજીભાઇ ધુઆ નાઓને ખાનગીરાહે સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે, શ્યામ ઉર્ફે શામરા ભીખા ગઢવી મુળ રહે-વવાર, તા-મુંદરા, હાલે રહે-મુંદરા વાળો વવાર ગામની ઉતરાદી સીમમાં આવેલ નદીના કાંઠે ચેક ડેમ પાસે બાવળોની ઝાડીમાં ગે.કા. રીતે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળી દેશીદારૂ બનાવે છે અને હાલે તેની આ ગે.કા.પ્રવુતિ ચાલુ છે, જે મળેલ બાતમી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબની વિગતે મુદ્દામાલ કબ્જે કરેલ છે.
મુદામાલની વિગત :-
(૧) દેશીદારૂ બનાવવાનો આથો આશરે લીટર-૧૭૦૦ કિં.રૂ.૪૨.૫૦૦/-
(૨) દેશીદારૂ લિ.૪૨૦ કિ.રૂ.૮૪,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૧.૪૬,૫૦૦/-નો મુદ્દામાલ.
- પકડવાના બાકી આરોપીઓના નામ/સરનામા :-
- (૧) શ્યામ ઉર્ફે શામરા ભીખા ગઢવી મુળ રહે-વવાર,તા-મુંદરા, હાલે રહે-મુંદરા
- (૨) ભરત અલ્લુ કોલી રહે- છસરા તા-મુંદરા
(૩) સામજી કેસુ કોલી રહે-છસરા તા.મુંદરા
- આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારીઓ :-
આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એસ.એન.ચુડાસમા નાઓની સુચનાથી પો.સ્ટાફના એ.એસ.આઇ. પુનઃશી લાખુભાઇ શેડા તથા ગોપાલભાઇ દામજીભાઈ ધુઆ તથા પો.હેડ કોન્સ. દિપેશપુરી હરેશપુરી ગુસાઇ તથા અશોકકુમાર અમીરામભાઇ આશલ તથા પો.કોન્સ. લાલજી રૂડાભાઇ આલ તથા વિષ્ણુ જેરામભાઇ તારબુંદીયા એ રીતેનો પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.