કરછ યુનિવરસિટિ એક વર્ષ થી તેયાર થઈને પઢેલી હોસ્ટેલમાં પાણી અને ગટર ની સુવિધા નથી અને પ્રવેસ પ્રક્રિય

કચ્છ યુનીવર્સિમાં એક વર્ષથી તૈયાર થઇને પડેલી બે સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સમરસ છાત્રાલયમાં પણ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. રાજ્યના અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, આણંદ, જામનગર, હિંમતનગર બાદ કચ્છ (ભુજ)માં શરૂ થનારા આ સમરસ છાત્રાલયમાં તમામ સમાજના ધો. 12 પછી કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા 250 કુમાર, 250 કન્યાને મેરિટ મુજબ નિ:શુલ્ક પ્રવેશ અપાશે. જેના માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પણ પ્રારંભ થઇ ગયો છે. આ અંગે વધુ વિગતો આપતાં કચ્છ જિલ્લાના નાયબ નિયામક અનુજાતિ કલ્યાણના અધિકારી વિનોદભાઇ રોહિતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા અન્ય જિલ્લાઓની સાથે કચ્છમાં સૌ પ્રથમવાર ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક પછાત વર્ગ સહિત તમામ સામાન્ય વર્ગના કુમાર-કન્યાઓ માટે ભુજમાં કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થનારા આ સમરસ છાત્રાલયમાં કુમાર-કન્યાઓને મેરિટ અને કવોટા મુજબ પ્રવેશ અપાશે. આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ઘર જેવી જ સંતોષકાર રહેવા-જમવા સહિતની તમામ સુવિધાઓ નિ:શુલ્ક અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *