સુરતમાં વધુ એક અગ્નિકાંડ ટળ્યો, જ્ઞાનગંગા સ્કૂલના 150 બાળકોને રેસ્ક્યું કરીને બચવાયા

સુરતના અગ્નિકાંડની શાહી હજી સૂકાયા એક મહિના પણ થયો નથી, ત્યાં ફરીથી સુરતમાં ફરીથી આગની ઘટના સામે આવી છે. સુરતમાં જ્ઞાનગંગા સ્કૂલના નીચે આવેલી પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જ્ઞાનગંગા સ્કૂલના 150 બાળકોના રેસ્ક્યું કરીને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા હાલ જ્ઞાનગંગા સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ભટાર રોડ પર આવેલી જ્ઞાનગંગા સ્કૂલની નીચે એક પ્લાસ્ટિક બનાવતી કારખાનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કારખાનામાં જ્યારે આગની ઘટના બની ત્યારે સ્કૂલ ચાલી હતી. અને 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.

આગે વિકરાળ રૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને ફાયરની ટીમે સ્કૂલમાં પહોંચીને સ્કૂલના 150 બાળકોના રેસ્ક્યૂ કર્યા હતા મળતી માહિતી પ્રમાણે, સ્કૂલની નીચે ચાલતી ફેક્ટરીમાં બેનર અને પ્લાસ્ટીકની થેલી બનાવવામાં આવતી હતી. જેથી આગે થોડીક ક્ષણોમાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. પરંતુ સદનસીબે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, અને ફરીથી એક વખત સુરત અગ્નિકાંડ જેવી ઘટનાને બનતી રોકી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા જ્ઞાનગંગા સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું છે. અને તેમની પાસે ફાયર એનઓસી અને કારખાના ઉપર સ્કૂલ ચાલું કરવાની પરમિશન હતી કે નહીં તે તપાસમાં આવી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *