ખુનની કોશીશના આરોપીઓને ગણતરીના કલાકમા પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

આજરોજ ફરીયાદી અલ્તાફ મોહમ્મદહુસેન હિંગોરા રહે. ખિરસરા(વિંઝણ) તા.અબડાસા વાળાએ કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ કે, મિયાણી ગામે પોતાની લિગ આવેલ હોય અને આ લિઝનો મુખ્ય માર્ગ આરોપીઓ હિતાચી મશીનથી બંધ કરતા હોય જે બાબતે ઝધડો થયેલ અને જે બાબતે કોઠારા પો.સ્ટે. માં ગુ.ર.નં. ૦૦૦૭/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૦૯(૧), ૩૦૯(૪) વગેરે મુજબનો ગુનો તા.૨૬/૦૧/૨૦૨૬ ના દાખલ થયેલ જેમા કુલ-૦૬ આરોપીઓ નામજોગ તેમજ અન્ય ૧૫ અજાણ્યા આરોપીઓ સંડોવાયેલ હોવાની ફરીયાદ દાખલ થયેલ.
જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુના કામેના આરોપીને પકડી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ઉપરોક્ત ગુના કામેના આરોપી શોધવા માટે તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે તથા ટેકનીકલ માહિતી આધારે કુલ-૦૮ આરોપીઓને પકડી પાડી આરોપીને આગળની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
- ગફુર હુશેન પડેયાર (પઢીયાર) ઉ.વ.૩૩ રહે-નવાવાસ, નુધાતડ તા.અબડાસા, જી.કચ્છ-ભુજ
- અજીમ જુસબ પયાર (પઢીયાર) ઉ.વ.૩૦ રહે-મુસ્લીમવાસ, નુધાતડ તા. અબડાસા જી.કચ્છ-ભુજ
- સલીમ આધમ પડેયાર (પઢીયાર) ઉ.વ.૩૮ રહે-મુસ્લીમવાસ, નુધાતડ તા.અબડાસા જી.કચ્છ-ભુજ
હાફીઝ કાસમ પડેયાર(પઢીયાર) ઉ.વ.૨૯ રહે.નુંધાતડ તા.અબડાસા, જી.કચ્છ-ભુજ
જુશબ ઉર્ફે બુઢા મીઠુ પડેયાર(પઢીયાર) ઉ.વ.૫૮ રહે.નુંધાતડ તા.અબડાસા જી.કચ્છ-ભુજ
- અલ્તાફ સુમાર ખલીફા ઉ.વ.૩૨ રહે.નુંધાતડ તા.અબડાસા, જી.કચ્છ-ભુજ
મંજુરહુશેન જુમા હમીર પડેયાર (પઢીયાર) ઉ.વ.૧૯ રહે.નુંધાતડ તા.અબડાસા જી.કચ્છ-ભુજ
હમીદ જાનમામદ હીંગોરા ઉ.વ.૨૮ રહે.કોટડા (રોહા) તા.નખત્રાણા
હાફીઝ કાસમ પડેયાર(પઢીયાર) નો ગુનાહીત ઇતીહાસ
- ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૫૦૪૩૨૦૨૨૦૪/૨૦૨૦ આર્મ્સ એક્ટ કલમ-૨૫ (૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ.
- રેન્જ ગુના નંબર- ૦૧/૨૦૨૩-૨૪ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ ૨(૧૬),૯,૫૦(૧)(ખ) (ગ),૫૧(૪),૫૨
:• ગુનાના કામે કબ્જે લીધેલ મુદ્દામાલ
- મારૂતી સુઝીકી કંપનીની જીમની કાર જેનો રજીસ્ટાર નં.GJ-12-FF-7515 વ્હાઇટ કલર જેની કિં.રૂ. ૭,૦૦,૦૦૦ /- છે.
- મારૂતી સુઝીકી કંપનીની જીમની કાર જેનો રજીસ્ટાર નં.GJ-12-FD-9966 બ્લેક કલર જેની કિં.રૂ.
५,००,०००/-.
- ૫ લાકડાના ધોકા કિ.રૂ. 00.00
૧ લોખંડનો પાઇપ કિ.રૂ. 00.00