સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ સ્મૃતિવનની મુલાકાત લઈ ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી

કચ્છની મુલાકાતે પધારેલા સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ,
ઉચ્ચ અને ટેક્નિકલ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને
ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત
દરમિયાન શિક્ષણમંત્રીશ્રીએ જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ
ગેલેરીઝ નિહાળી હતી. મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં
આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં શિક્ષણમંત્રીશ્રીએ અત્યંત દ્રવિત હ્રદયે
ભૂકંપનો અનુભવ કર્યો હતો.
સ્મૃતિવનમાં મ્યૂઝિયમની કુલ સાત ગેલેરી છે, જેમાં મંત્રીશ્રીએ
પુનઃજન્મ, પુનઃપ્રાપ્તિ, પુનઃસ્થાપના, પુન:નિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ નિહાળીને
દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદા, આપદા સામેની ભવિષ્યની તૈયારીઓ વિશે વિગતો‌
મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની
કલા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપદા સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી
તેમજ ભૂકંપ બાદના કચ્છની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વીડિયો પ્રેઝન્ટેશનના
માધ્યમથી નિહાળી હતી.
ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના
સંસ્મરણો વીડિયોના માધ્યમથી મંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.