બુધવારે વાગડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદે ફરીવાર પોતાની હાજરી પુરાવી હતી. ત્યારે રાપરના ગાગોદર અને ભચાઉના કકરવામાં વિજળી પડવાના 4 ગાયના મોત નિપજયા છે ગાગોદરમાં બપોરે 3 વાગ્યાના અરસામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો. ત્યારે ગામની નજીક અવેલ ધોરો વોકરોમાં ખુલ્લા ખેતરમાં ઉભેલી 300 જેટલી ગાયોના ધણ પર વિજળી ત્રાટકી હતી. બનાવમાં 4 ગાયના વિજળી પડતાં સ્થાનિકે જ મોત નિપજયા હતા.